કોરોના વાયરસ પર થયો આઘાતજનક ખુલાસો, સમગ્ર દુનિયામાં ખળભળાટ

કોરોના વાયરસ પર રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ જીવલેણ વાયરસ પોતાનું માત્ર રૂપ બદલી રહ્યો છે એવું નથી પરંતુ તે અંગે બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આ વાયરસ લગભગ દોઢ મહિના સુધી જીવતો રહી શકે છે. અત્યાર સુધી દુનિયાભરના ડોક્ટરો એવું માની રહ્યાં હતાં કે આ વાયરસ માત્ર 10-15 દિવસ સુધી જ જીવિત રહી શકે છે. 

કોરોના વાયરસ પર થયો આઘાતજનક ખુલાસો, સમગ્ર દુનિયામાં ખળભળાટ

નવી દિલ્હી: કોરોના વાયરસ પર રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ જીવલેણ વાયરસ પોતાનું માત્ર રૂપ બદલી રહ્યો છે એવું નથી પરંતુ તે અંગે બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આ વાયરસ લગભગ દોઢ મહિના સુધી જીવતો રહી શકે છે. અત્યાર સુધી દુનિયાભરના ડોક્ટરો એવું માની રહ્યાં હતાં કે આ વાયરસ માત્ર 10-15 દિવસ સુધી જ જીવિત રહી શકે છે. 

8થી 39 દિવસ  સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસ
બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ મેગેઝીન લેન્સેટમાં છપાયેલા આ સ્ટડી મુજબ કોરોના વાયરસ 39 દિવસ સુધી જીવતો રહી શકે છે. અમેરિકાના સેન્ટર પોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટ (સીડીસીપી)એ દાવો કર્યો છે કે કોરોના વાયરસ કોઈ સામાન્ય વ્યક્તિના શરીરમાં થોડા દિવસ સુધી જ જીવતો રહી શકે છે. પરંતુ જો તે ઘાતક સ્વરૂપ ધારણ કરી લે તો દર્દીના શરીરમાં 39 દિવસ સુધી જીવતો રહી શકે છે. 

ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત અને મૃત્યુ પામી ચૂકેલા લોકોના રેકોર્ડ પર આધારિત આ રિપોર્ટમાં કહેવાયું છે કે જો તે ઘાતક રૂપ ધારણ કરે તો કોઈ પણ એન્ટીવાયરલ દવા તેના પર અસર  કરતી નથી. 

20 દિવસ સુધી તો વાયરસની અસર રહે છે જ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરમાં ઓછામાં ઓછું 8 દિવસ સુધી રહે છે જ. પરંતુ જો લોકો સારવાર બાદ ઠીક થયા હોય તો પણ તેમનામાં સરેરાશ આ વાયરસ લગભગ 20 દિવસ સુધી રહે છે. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે હજુ સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોને ફક્ત 14 દિવસ સુધી જ એકાંતવાસમાં રહેવાની સલાહ અપાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ કરેલા આ નવા ખુલાસાથી લોકોના ઘરમાં રહેવાના દિવસોમાં વધારો થઈ શકે છે. જો કે વૈજ્ઞાનિકો હજુ કોઈ પણ દર્દીને 30 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રાખવાની ભલામણ કરતા નથી. 

દેશના 30 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન
આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે દેશના 30 રાજ્યોઅને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોના વાયરસના ચેપથી બચવા માટે લોકડાઉનને કડકાઈથી લાગુ કરવાના નિર્દેશ આપ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news